બેઈજિંગ: ચીનમાં કોરોના વાઈરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. પરંતુ પાકિસ્તાનની સરકારે તેમને પાછા ન બોલાવવાનો ઘાતકી નિર્ણય લીધો છે. જેને લઈને આ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. પોતાની સરકાર દ્વારા થઈ રહેલી અવગણના જોતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને ખુબ આઘાત લાગી રહ્યો છે અને તેમના હ્રદયભગ્ન થઈ ગયા છે. તેમની સંવેદનાઓ કેટલી હણાઈ રહી છે તે આ એક વીડિયો જોઈને જાણી શકાય. આ વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓને પોતાના માદરે વતન પાછા ફરતા જોઈને એક પાકિસ્તાની વિદ્યાર્થી પોતાની સરકારને કોસી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેમણે ભારત સરકાર પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે તે પોતાના માણસોને બચાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો શેર કર્યો છે જેમાં એક પાકિસ્તાની વિદ્યાર્થી કહી રહ્યો છે કે 'આ લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમને લાવવા માટે ભારતીય દૂતાવાસે બસ મોકલી છે. વુહાનની યુનિવર્સિટીથી બસને એરપોર્ટ લઈ જવાશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલાશે. બાંગ્લાદેશવાળા  પણ આજે રાતે જશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube